નિકિતા તોમર હત્યા કેસઃ તૌસીફ-રેહાનને આજીવન કેદ

ફરીદાબાદ (હરિયાણા): 21-વર્ષની અને થર્ડયર બી.કોમ.ની વિદ્યાર્થિની નિકિતા તોમર હત્યા કેસમાં આ શહેરની જિલ્લા સેશન્સ કોર્ટે આજે બંને અપરાધી – તૌસીફ અને રેહાનને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે બંને આરોપીને ગઈ 24 માર્ચે અપરાધી જાહેર કર્યા હતા અને સજા જાહેર કરવા માટે આજની તારીખ આપી હતી. ફરીદાબાદના બલ્લભગઢ વિસ્તારમાં ગયા વર્ષની 6 ઓક્ટોબરે અગ્રવાલ કોલેજની બહાર નિકિતાની ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી.

નિકિતાનાં પરિવારે આ હત્યાને લવ-જિહાદનો કેસ ગણાવ્યો છે, જેમાં અપરાધી તૌસીફે નિકિતાને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા અને એની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. તૌસીફે પોતાનું નામ બદલીને ‘અંકિત’ જણાવીને નિકિતા સાથે દોસ્તી કરી હતી. તૌસીફને ડર હતો કે દોસ્તીમાં એનો ધર્મ કદાચ વચ્ચે આવશે. જોકે એ વાત છૂપી રહી નહોતી. નિકિતાનાં પરિવારનો આરોપ છે કે તૌસીફ પોતાની સાથે લગ્ન કરવાનું નિકિતા પર દબાણ કરતો હતો. નિકિતાએ ઈનકાર કરતાં એને જાહેર રસ્તા પર ખૂબ નજીકથી ગોળી મારી હતી. એ ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ હતી. નિકિતાનાં