પોલીસ સ્ટેશનમાં બનાવાયા ખોટા રેકોર્ડઃ CBIનો કોર્ટમાં દાવો

નવી દિલ્હીઃ RG કર મેડિકલ કોલેજમાં થયેલા બળાત્કારની ઘટનાની તપાસ કરી રહેલી CBIએ કોર્ટમાં દાવો કરતાં કહ્યું હતું કે આ કેસથી સંબંધિત કેટલાક ખોટા રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યા હતા. ગયા મહિને એક જુનિયર ડોક્ટરની હત્યાની તપાસ માટે કલકત્તા હાઇ કોર્ટ દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સીએ કહ્યું હતું કે એની પાસે સંબંધિત પોલીસ સ્ટેશનમાં CCTV ફુટેજ છે અને એને તપાસ માટે શહેરની એક કેન્દ્રીય ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કોલકાતા પોલીસે અત્યાર સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

CBIએ કોર્ટને સૂચિત કરી હતી કે એની તપાસમાં નવાં તથ્ય સામે આવ્યાં છે, જેનાથી એ માલૂમ પડે છે કે તાલા સ્ટેશનમાં સંબંધિત કેટલાક ખોટા રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા કે બદલી નાખવામાં આવ્યા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે અભિજિત મંડલની 14 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ઘોષની કોર્ટના આદેશ પછી બળાત્કાર ને હત્યા મામલે 15 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. CBIએ આ હીચકારી ઘટનાના બીજા દિવસે 10 ઓગસ્ટે સંજય રોયની ધરપકડ કરી હતી, કેમ કે અપરાધમાં એની ભૂમિકા પહેલેથી સામે આવી ચૂકી હતી.

મુખ્ય સંદિગ્ધ રોયની ધરપકડ પોલીસે કરી હતી. એજન્સીએ મંડલ અને ઘોષની રિમાન્ડ પૂરા થયા પછી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાર બાદ તેને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે સૂર્યાસ્ત પછી ડોક્ટરે પોસ્ટમોર્ટમ કેમ કર્યું? આ ઉપરાંત સેમિનાર હોલથી નમૂના એકત્ર કરવામાં ઉતાવળ કરવામાં આવી હતી.