સ્વીમિંગ પૂલની નીચેથી નીકળ્યું 3 ક્વિંટલ સોનું, હકીકત જાણી ચોંકી ગયાં ઓફિસરો…

નવી દિલ્હીઃ હજારો લોકો સાથે કરોડો રુપિયાની ઠગાઈ કરનારા પોંઝી સ્કેમના મંસૂર ખાને સ્વીમિંગ પૂલને જ નકલી સોનાથી ભરી દીધો. આના ત્યાં 5,880 નકલી સોનાના બિસ્કીટના રુપમાં 303 કિલો સોનું મળ્યું. આને જોઈને ઓફિસરોના પણ ચોંકી ગયાં હતાં. ઓફિસરો હવે એ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે આટલી મોટી માત્રામાં નકલી સોનાના બિસ્કીટનો શું ઉપયોગ થતો હતો અથવા તો શું ઉપયોગ થવાનો હતો? આ મામલો કર્ણાટકના બેંગ્લોરનો છે.

બેંગ્લોરમાં 30 હજાર લોકો સાથે કરોડો રુપિયાની ઠગાઈ કરનારા આઈએમએના સંસ્થાપક મંસૂર ખાનના ઘરથી એસઆઈટીએ 303 કિલો નકલી સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. આ સોનું સ્વિમિંગ પૂલમાંથી જપ્ત કરવામાં આવ્યું. આ મામલે વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

હકીકતમાં કરોડોના પોંજી ગોટાળામાં મુખ્ય આરોપી અને આઈએમએ જ્વેલર્સના સંસ્થાપક મંસૂર ખાનને દિલ્હી પોલીસે દુબઈથી આવ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. એસઆઈટીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરીને ઈન્ટરપોલ સહિત તમામ સંબંધીતોને મંસૂર ખાનની જાણકારી આપવામાં આવી હતી.

મંસૂર ખાન પર 30 હજાર કરોડની લોકો સાથે ઠગાઈ કર્યાનો આરોપ છે. તે મહીનાથી વધારે સમય સુધી ફરાર રહ્યો હતો. બુધવારના રોજ એસઆઈટીએ બેંગ્લોર સ્થિત તેના ઘરેથી 5,880 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. આ ગોટાળાના સિલસિલામાં અત્યારસુધી 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.