નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2019-2020 માટે ઓછું રિટર્ન પ્રાપ્ત થશે. EPFO વ્યાજદર 8.65 ટકાથી ઘટાડીને 8.50 ટકા કર્યો હતો. લેબરપ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે વર્ષ 2018-19 માટે આ દર 8.65 ટકા હતો, પણ આ વર્ષે એને 0.15 ટકા ઘટાડવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં EPFOનો રેટ 8.55 ટકા હતો. એના એક વર્ષ પહેલાં એ 8.55 ટકા હતો. આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની એક મિટિંગમાં થયો હતો.
ગંગવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં EPFOએ નિર્ણય કર્યો હતો કે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવે. જોકે આ મામલે નાણાકીય મંત્રાલયની મંજૂરી લેવાની બાકી છે. સરકારના આ નિર્ણયની અસર દેશભરના છ કરોડ PF સબસ્ક્રાઇબર પર થશે.