નવી દિલ્હી: ભારતમાં ઈદનો ચાંદ દેખાઈ ચૂક્યો છે જેને લઈને આજે દેશભરમાં આ ઈદ-ઉલ-ફિતરની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈદની ઉજવણીને લઈને પીએમ મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ‘ઈદ મુબારક, ઇદ ઉલ ફિતર તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ વિશેષ તહેવાર આપણા બધાના જીવનમાં ભાઈચારો અને શાંતિ લાવે. દરેક સ્વસ્થ રહે અને ખુશ રહે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી, રાષ્ટ્રપતિએ ટ્વિટર પર લખ્યું કે, ઈદ મુબારક! તહેવાર પ્રેમ, શાંતિ અને ભાઈચારાનું પ્રતિક છે.
ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ ટ્વીટ કરીને ઈદની શુભેચ્છા પાઠવી.
મહત્વનું છે કે, આ વખતે કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે ઈદની પૂર્વ સંધ્યાએ રોનક જોવા મળી ન હતી. મુસ્લિમભાઈઓ પોતાના ઘર પરજ રહીને નમાઝ અદા કરી હતી.