આર્થિક સર્વેઃ મહિલાઓ, ખેડૂતો અને આમ આદમીની પ્રાથમિકતા

નવી દિલ્હીઃ આર્થિક સર્વે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. વર્ષ 2023-24માં વિકાસદર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એ ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષમાં સાત ટકા રહેવાના અંદાજિત વૃદ્ધિદરની તુલનામાં ઓછો છે.

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્ર વિશ્વના અન્ય દેશોની તુલનાએ જલદી રિકવરી જોવા મળી. આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ઘરેલુ માગ, મૂડીરોકાણમાં વધારો થવાથી ગ્રોથને મજબૂતી મળશે. સરકારની મહિલાઓ, ખેડૂતો અને સામાન્ય માનવી માટે પ્રાથમિકતા છે અને રહેશે.

  • આર્થિક સર્વેમાં ચાલુ ખાતાની ખોટ વધતા રહેશે તો ભારતીય રૂપિયા પર દબાણ વધી શકે છે.
  • નાણાં વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિની ઝડપ સાત ટકા રહેવાની શક્યતા છે.
  • એપ્રિલ-નવેમ્બર 2022ના સમયગાળા માટે પ્રત્યક્ષ કરની આવકમાં ઉછાળો થયો છે
  • ઘટતા શહેરી બેરોજગારી દર અને કર્મચારી ભવિષ્ય નિધિમાં ઝડપથી રજિસ્ટ્રેશનમાં –રોજગારી સર્જનમાં વધારો જોવા મળ્યો છે.
  • જીવનધોરણ સરળ બનાવવા માટે જાહેર ચીજવસ્તુઓના ઉત્પાદન, કૃષિ ઉત્પાદકતામ્ વધારો અને વિકાસમાં સહ-ભાગીદાર તરીકે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહ આપવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે.
  • નાણાસંસ્થાઓને ઋણ દેવામાં વધારો થયો છે.
  • ખાનગી કેપેક્સમાં વધારો થઈ રહ્યો છે.
  • એપ્રિલ, 2022થી અનુસૂચિત વેપારી બેન્કો દ્વારા બિન-ખાદ્ય લોન વૃદ્ધિ દ્વિઅંકીમાં વધી રહી છે.
  • સામાજિક ક્ષેત્રે વ્યય (કેન્દ્ર-રાજ્યોને મળીને) 21.3 લાખ કરોડ સુધી વધ્યો છે. એ FY16માં એ રૂ.9.1 લાખ કરોડ હતો.

 

 

,