નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સામેની લડાઈમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સૌથી મહત્ત્વની ભૂમિકા છે. કોરોના વાઇરસના ટેસ્ટિંગથી લઈને રિસર્ચની તમામ જવાબદારી એની પાસે છે. દેશના હજ્જારો ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ દિવસ-રાત એ પ્રયાસોમાં છે કે કોવિડ-19ના દર્દીઓ જલદી સાજા થાય. એટલા માટે ટેસ્ટિંગ, આઇસોલેશન અને કવોરોન્ટાઇનથી માંડીને વિવિધ સંશોધનો થઈ રહ્યાં છે. વળી, સરકાર દ્વારા કોવિડ-19 વિશેની જે પણ પત્રકાર પરિષદ યોજવામાં આવે છે, તેમાં દરેક ડેટા, દરેક માહિતી ICMR દ્વારા આપવામાં આવે છે. ICMR છે કઈ સંસ્થા શું?
સૌથી મોટી રિસર્ચ સંસ્થા
ICMR માત્ર દેશની જ નહીં, વિશ્વની સૌથી જૂની અને મોટી મેડિકલ રિસર્ચ સંસ્થાઓમાંની એક છે. દેશમાં બાયોમેડિકલ રિસર્ચ ફોર્મ્યુલેશન, કો-ઓર્ડિનેશન અને પ્રમોશનની આ સર્વોચ્ચ સંસ્થા છે. ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિયેશન (IRFA)ના રૂપમાં એનો પાયો વર્ષ 1911માં નખાયો હતો. આઝાદી પછી IRFAમાં કેટલાંય પરિવર્તન થયાં. નવાં કલેવરની સાથે 1949માં એનું નામ બદલીને ICMRનું નામ આપવામાં આવ્યું છે. ICMRનું ફંન્ડિંગ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વિભાગ અને હેલ્થ રિસર્ચ દ્વારા થાય છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જ આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.
શું છે ICMRનું કામ?
ICMRનું વિઝન છે સંશોધન દ્વારા દેશના નાગરિકોનું આરોગ્ય સારું કરવામાં આવે. સત્તાવાર વેબસાઇટદ્વારા અનુસાર ICMRનાં પાંચ મિશન છે. પહેલું, નવી માહિતીને જનરેટ, મેનેજ અને સંશોધન કરવું. બીજું, સમાજના અશક્ત, અસહાય અને હાંસિયામાં છોડાયેલા વર્ગના આરોગ્ય સમસ્યાઓ પર સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું. ત્રીજું, દેશની આરોગ્યની સમસ્યાઓને દૂર કરવા માટે આધુનિક બાયોલોજી ટૂલ્સનો ઉપયોગ વધારવો. ચોથુ, બીમારીઓથી બચવા માટે ડાયગ્નોસ્ટિક્, ટ્રીટમેન્ટ, વેક્સિનને પ્રોત્સાહન આપવું. પાંચમું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરીને દેશની મેડિકલ કોલેજો અને હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં રિસર્ચના કલ્ચરને વિકસિત કરવું.
કઈ-કઈ બીમારીઓ પર સંશોધન?
ICMRનાં દેશભરમાં 21 પર્મનન્ટ સંશોધન કેન્દ્ર છે. અહીં કેટલીક સંક્રમક બીમારીઓ પર સંસોધન થાય છે, જેમ કે કોરોના વાઇરસ, રોટા વાઇરસ, ડેન્ગ્યુ, ઇબોલા, ઇન્ફ્લુએન્ઝા, જાપાની ઇન્સેફેલાઇટિસ, એઇડ્સ, મલેરિયા અને કાલાજાર વગેરે…ICMRમાં ટીબી, કોઢ, કોલેરા અને ડાયેરિયા જેવી બીમારીઓ પર પણ સંશોધન થયાં છે. આ સિવાય ICMR ન્યુટ્રિશન, ફૂડ એન્ડ ડ્રગ ટોક્સિકોલોજી, ઓન્કોલોજી તથા મેડિકલ સ્ટેટિક્સ પર પણ સંસ્થા કામ કરે છે. આના છ મેડિકલ રિસર્ચ સેન્ટર્સ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
કોવિડ-19થી કેવી રીતે લડી રહ્યું છે ICMR?
કોરોના વાઇરસની સામેના જંગમાં ICMRની મોટી ભૂમિકા છે. દેશમાં ટેસ્ટિંગ માટે લેબ્સને મંજૂરી ICMR જ આપે છે. ટેસ્ટિંગ, આઇસોલેશન-ક્વોરોન્ટાઇન અને પેશન્ટ મોનિટરિંગથી જોડાયેલી બધી ગીઇડલાઇન્સ ICMR જ જારી કરે છે. દર્દીઓના ડેટાને આધારે ICMR વિવિધ અહેવાલ તૈયાર કરે છે. કોવિડ-19થી જોડાયેલી ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં પણ ICMRના સૂચન મહત્ત્વનૂ ભૂમિકા ભજવે છે. આ સંસ્થા કોવિડ-19 પરની એન્ટિ ડોટૃ વેક્સિન માટે સંશોધન કરી રહ્યા છે