ચેન્નાઈ- તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધઆન અને દ્રવિડ મુન્નિત્ર કડગમના (DMK) પ્રમુખ એમ. કરુણાનિધિની તબિયત લથડતા તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કરુણાનિધિના દીકરા એમ.કે. સ્ટાલિન અને તામિલનાડુના રાજ્યપાલ બનવારીવાલ પુરોહિત હોસ્પિટલ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ બ્લડર પ્રેશર લો થતાં કરુણાનિધિને ICUમાં દાખલ કરાયા છે.કરુણાનિધિને જ્યાં દાખલ કરાયા છે તે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જોકે ડોક્ટર્સના જણાવ્યા મુજબ કરુણાનિધિની હાલત સ્થિર છે. હોસ્પિટલે કરુણાનિધિનું મેડિકલ બુલેટિન રજૂ કર્યું હતું, જેમાં કરુણાનિધિ ICUમાં હોવાનું જણાવ્યું છે.
કરુણાનિધિની તબિતયના સમાચાર પૂછવા અનેક દિગ્ગજ નેતાઓ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે અને તેમને મળવા તેમના ઘરે પણ જઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરુણાનિધિને મળવા જઈ શકે છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ પણ રવિવારે ચેન્નાઈ જઈને કરુણાનિધિની મુલાકાત લેશે.
કરુણાનિધિ તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યાં છે. એટલું જ નહીં વર્તમાન સમયમાં પણ તેમની ગણતરી દક્ષિણ ભારતના દિગ્ગજ નેતાઓમાં કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તેઓ જે પણ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા છે તેમાં જીત મેળવી છે. કરુણાનિધિ વર્ષ 1969માં પ્રથમ વખત તામિલનાડુના મુખ્યપ્રધાન બન્યા હતા. અને વર્ષ 2003માં તેઓ છેલ્લી વખત સીએમ બન્યા હતા.