હમ કિસી સે કમ નહીં! ડીસેમ્બરમાં દિલ્હીવાસીઓ 1000 કરોડનો દારૂ ઢીંચી ગયા!!

નવી દિલ્હી: ડિસેમ્બરનો મહિનો દિલ્હીની લીકર ઈન્ડસ્ટ્રી માટે ધમાકેદાર રહ્યો. એક જ મહિનામાં દિલ્હીના લોકોએ 1000 કરોડ રૂપિયાનો દારુ પીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ હોટલો, વેન્ડરો અને બાર પર વેચાયેલા દારુનો આંકડો મેળવવામાં આવી રહ્યો છે, આ આંકડો તો માત્ર એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને મળેલી ડ્યૂટી પરથી સામે આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનામાં દારુના વેચાણથી એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને 465 કરોડ રુપિયાની ડ્યૂટીની આવક થઈ છે. 2018ના ડિસેમ્બરમાં આ આંકડો 460 કરોડ રુપિયાનો હતો. આ રીતે દિલ્હીમાં દારુના વેચાણાં 1 ટકાની વૃદ્ધિ થઈ.

એક અધિકારીએ જણાવ્યું કે, આ આંકડો વેન્ડર્સ, હોટલ્સ અને બારમાં કરેલા દારુની સપ્લાઈના આધાર પરથી લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સરકારી અને ખાનગી વેન્ડરો ઉપરાંત 951 એવી હોટલો,બાર, અને ક્લબ પણ છે જેમાં ગ્રાહકોને દારુ પિરસવાની મંજૂરી આપવામાં આવી છે.