નવી દિલ્હીઃ પોંડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ તીસ હજારી કોર્ટમાં પોલીસ-વકીલોની ઝડપ પર દિલ્હી પોલીસને સલાહ આપી કે તેઓ પોતાના વલણ પર દ્રઢતાથી કાયમ રહે પછી ભલે પરિણામ કંઈપણ હોય. શનિવારના રોજ થયેલી આ ઝડપ પર પ્રતિક્રિયા આપતા બેદીએ કહ્યું કે તેમણે જાન્યુઆરી 1988 માં એવી સ્થિતીનો સામનો કર્યો હતો જ્યારે સેંટ સ્ટીફન કોલેજમાં ચોરી માટે પકડવામાં આવેલા એક વકીલને હથકડી લગાવીને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, પરંતુ હું મારા વલણ પર કાયમ રહી અને વકીલને હથકડી લગાવવા માટે જવાબદાર પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહીની વકીલોની માંગ સામે ઝુકી નહી. તેમણે કહ્યું કે ધરપકડના સમયે વ્યક્તિએ પોતે વકીલ હોવાનું જણાવ્યું નહોતું અને સાથે પોલીસને બીજુ નામ આપ્યું હતું. તેમણે કહ્યું કે વર્તમાન મામલામાં પણ દિલ્હી પોલીસને પોતાની વાત મજબૂતી સાથે મૂકવી જોઈએ અને તેના પર કાયમ રહેવું જોઈએ પછી પરિણામ ભગે ગમે તે હોય.
ડીજીપી રેંકની 1972 બેંચની સેવાનિવૃત્ત પૂર્વ આઈપીએસ અધિકારી બેદીએ કહ્યું કે તીસ હજારીમાં 1988 માં પોલીસ-વકીલની ઝડપમાં વકીલ એસોસિએશને તેમના સસ્પેન્શન તેમજ ધરપકડની માંગ કરી હતી પરંતુ તત્કાલીન પોલીસ આયુક્ત વેદ મારવાહે મજબૂતી સાથે તેમનું સમર્થન કર્યું અને માંગોને નકારી દીધી.