નવી દિલ્હીઃ દિલ્હીમાં દિલજિત દોસાંજેના તમામ ફેન્સ માટે માઠા સમાચાર છે. પોલીસે સુરક્ષા કારણોસર 30 ઓક્ટોબરે શહેરમાં યોજાનારા કોન્સર્ટની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. લોકોએ આ શો માટે ટિકિટો બુક કરી લીધી હતી. અહેવાલ મુજબ સુરક્ષા સંબંધી મંજૂરી ન મળ્યા બાદ શો રદ કરવામાં આવ્યો છે.
બુકમાયશો (BookMyShow) ને લખેલા એક પત્રમાં ડેપ્યુટી પોલીસ કમિશનરે (દક્ષિણ જિલ્લા)ની કચેરીએ જણાવ્યું હતું કે મહોદય, ઉપરોક્ત વિષય પર 14.10.2026એ આપેલા તમારા અરજી સંદર્ભે તમને સૂચિત કરવામાં આવે છે કે 30-10-2026એ નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ‘દિલજિત દોસાંઝના ઓરા ઇન્ડિયા ટુર દિલ્હી’ (Diljit Dosanjh’s Aura India Tour Delhi) ના આયોજન માટેના તમારી વિનંતીની અમારી કચેરી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. સુરક્ષા સંબંધી વિશિષ્ટ જોખમો, હાલની તહેવારોની સીઝનને કારણે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલી વિવિધ જવાબદારીઓ અને કાયદો-વ્યવસ્થા સંબંધિત અન્ય મહત્વપૂર્ણ ચિંતાઓને ધ્યાનમાં રાખીને તમારી આ વિનંતી અસ્વીકાર્ય છે.
દિલજિત દોસાંજની ‘ઓરા ટુર’ની જાહેરાત
દિલજિત દોસાં પોતાનો ‘ઓરા વર્લ્ડ ટૂર’ ભારતમાં લાવી રહ્યા છે. આ ટુર અંતર્ગત પંજાબી ગાયકે ભારતમાં સાત શો કરવાની જાહેરાત કરી છે. બે સપ્તાહ પહેલાની પોતાની પહેલી પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આ ટુરની શરૂઆત પહેલી નવેમ્બરે દિલ્હી-એનસીઆરથી થશે. ત્યાર બાદ આ ટુર Indore, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ અને લખનૌ જશે. આ ટુરની અંદર ચંડીગઢને પણ સામેલ કરવામાં આવ્યું છે, જોકે શોની તારીખ અને જગ્યા (વેન્યુ) ની માહિતી હજી પ્રમોટર દ્વારા આપવામાં આવી નથી.
STORY | Delhi Police denies permission for Diljit Dosanjh’s Oct 30 concert at JLN stadium
Delhi Police has denied permission for Punjabi singer Diljit Dosanjh’s scheduled concert at Jawaharlal Nehru Stadium on October 30, citing security concerns and the festive season, an official said on Thursday.
READ: https://t.co/cORgJqZ5or
— Press Trust of India (@PTI_News) October 22, 2026
પંજાબી સિંગર અને એક્ટરે પોતાના ઇન્ટરનેશનલ ટૂર અંતર્ગત નોર્થ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં પર્ફોર્મ કર્યું છે. દિલજિત દોસાંજના પર્ફોર્મન્સમાં ન્યુ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન અને લંડનના વેમ્બલી સ્ટેડિયમ જેવી મોટી જગ્યાઓ સામેલ છે. ભારતમાં થનારા કોન્સર્ટમાં દોસાંઝ પોતાના ઘણા પોપ્યુલર ટ્રેક રજૂ કરશે. જેમાં ‘G.O.A.T.’, ‘ઇક કુડી’, ‘લલકારા’, ‘લવર’, ‘5 તારા’, ‘કેસ’ અને ‘વોટર’ સામેલ છે.






