નવી દિલ્હી: અત્યારે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે તો બીજી તરફ સાયબર ક્રાઈમની સંખ્યા અને સક્રિયતા ઝડપથી વધી રહી છે. કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયના રિપોર્ટ અનુસાર 2020ના માર્ચ મહિનામાં જ આ પ્રકારની 2200થી વધુ વેબસાઈટો બની છે. જેથી સાવચેત રહેવાની જરૂરી છે. કંપનીઓની સાયબર સિક્યુરિટી સુરક્ષા એકદમ મજબૂત હોવાથી સાયબર ફ્રોડ તેમની આસપાસ નથી જતાં. પરંતુ ઘરની સુરક્ષા વ્યવસ્થા ઘણીવાર નબળી હોય છે. બીજી તરફ, સાયબર ફ્રોડર્સ લોકોની મુખ્ય પ્રવૃત્તિઓ અને સામાન્ય ઘટનાઓને ધ્યાનમાં રાખીને છેતરપિંડી કરે છે, જેમ કે તેઓએ પીએમ રિલીફ ફંડ માટે સમાન સંદેશાઓ મોકલ્યા છે, ડબ્લ્યુએચઓના સંદેશાઓ, નેટફ્લિક્સને મફત સબ્સ્ક્રિપ્શન વગેરે પ્રકારના મેસેજ મોકલ્યા છે.
આ સમયે તમારે સાયબર ફ્રોડથી બચવા સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને ઈમેલ સ્પૂફિંગથી બચીને રહેવાની જરૂર છે. ખાસ ધ્યાનરાખો કે દરેક મેલને રિપ્લાઈ ટૂ કરવાને બદલે ઈમેલ આઈડી મારફતે જ રિપ્લાઈ કરો. અત્યારે હેકર્સ અને ફિશર્સ સૌથી વધુ કોરોના સંબંધિત માહિતીમાં કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા કોઈ લિંક મોકલે છે. આવી સ્થિતિમાં, કોરોના વાયરસથી સંબંધિત માહિતી, સલાહ વગેરેની ચકાસણી કર્યા પછી જ આવી લિંક્સ ખોલો. ઓફિસનું કામ કરતી વખતે હંમેશા તમારા પર્સનલ ગેજેટનો જ ઉપયોગ કરો.
કોરોના વાયરસથી સંબંધિત કોઈપણ લિંકને કાળજીપૂર્વક ક્લિક કરો. કોઈ પણ નિ: શુલ્ક કે સસ્તી ચીજોથી લાલચ ન રાખો. જો ઘરેથી ઓફિસનું કામ કરતા હોવ તો પછી ફાયરવોલમાં વીપીએન સેટ કરી દો. વીપીએનથી સુરક્ષામાં વધારો થશે. આ ઉપરાંત પાસવર્ડ બનાવવા માટે જરૂરી તમામ શરતોનું પાલન કરો, અને જે પાસવર્ડને લાંબા સમયથી બદલ્યો ન હોય તેને બદલી નાંખો.
હેકર્સ તમને ઈમેલ દ્વારા અચેટમેન્ટ પર ક્લિક કરવા કહી શકે છે. એટલા માટે તમામ ઈમેલના ડોમેન નામ, સ્પેલિંગ એરર, અને યુઆરએલ ચેક કરી લો. એપ ડાઉનલોડ અને ઈનસ્ટોલ કરતી વખતે ખાસ ધ્યાન રાખો. મજબૂત પાસવર્ડ અને ફાયરવોલની મદદથી સિસ્ટમને સુરક્ષિત રાખો. કોમ્પ્યુટર પર કોઈપણ અસામાન્ય ગતિવિધિ અને કોઈ અજાણ્યા ઈમેલ પર ક્લિક કરવાથી બચો. તમારા મોબાઈલમાં એન્ટી વાઈરસનો ઉપયોગ કરો.