નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં 18-વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને આવતી 1-મેથી કોરોના-પ્રતિબંધાત્મક રસી મફતમાં આપવાનો નિર્ણય લીધો છે. આ લોકો માટે CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ દ્વારા નામ નોંધાવવાની શરૂઆત 28 એપ્રિલથી કરવામાં આવશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ, નેશનલ હેલ્થ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર આર.એસ. શર્માને ટાંકીને એવા સમાચાર વહેતા થયા હતા કે 18 વર્ષથી વધુની વયના હોય એ તમામ લોકો 24 એપ્રિલ સુધીમાં CoWIN પોર્ટલ દ્વારા એમના નામ નોંધાવી શકશે, પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે નાગરિકો સાથે સંપર્કમાં રહેવા માટે બનાવેલા ટ્વિટર એકાઉન્ટ @mygovindia પરથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
Don’t get misguided by rumours/news stating that registration for vaccination of 18+ citizens to start from 24th April 2021! The registrations will start on the #CoWIN platform and Aarogya Setu App from 28th April 2021 onwards. Stay informed, stay safe! #IndiaFightsCorona pic.twitter.com/i2SwCyRgFY
— MyGovIndia (@mygovindia) April 22, 2021