પીએમ કેર્સમાંથી 500-ઓક્સિજન પ્લાન્ટ માટે ભંડોળની ફાળવણી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળા સામે જંગ લડવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા પીએમ-કેર્સ ફંડમાંથી ત્રણ મહિનાની અંદર દેશભરમાં 500 મેડિકલ ઓક્સિજન નિર્માણ પ્લાન્ટ્સ બેસાડવા માટે ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઘાતક બની છે અને કેસ વધી રહ્યા છે, જીવનરક્ષક ઓક્સિજન વાયુની માગણી પણ ખૂબ વધી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાણકારી આપી છે કે દેશભરમાં 500 મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ્સ શરૂ કરવા માટેનો ઓર્ડર ગઈ 24 એપ્રિલે બહાર પાડવામાં આવ્યો હતો. ઓક્સિજન પ્લાન્ટ્સ નાખવાનું કામકાજ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.