કોરોના કેસોની સંખ્યા 61 લાખને પારઃ કોરોના વેક્સિન માર્ચ, 2021માં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 61 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 70,589 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 776 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 61,45,291 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 96,318 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 51,01,397 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,47,576 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.

માર્ચ, 2021માં કોરોના વેક્સિન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે  કોવિડ-19 વેક્સિન માટે એક ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. ભારતમાં કોરોના વાયરસની વેક્સિન સાથે બધી જાણકારીઓ હવે એક પોર્ટલ પર ઉપલબ્ધ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ICMRના આ પોર્ટલનું સોમવારે ઉદઘાટન કર્યું હતું. આ પોર્ટલ પર વેક્સિન સાથે જોડાયેલી બધી જાણકારીઓ સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે ભારતમાં જે ત્રણ વેક્સિન પર પ્રયોગ ચાલી રહ્યો છે, એ આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]