નવી દિલ્હીઃ કોંગ્રેસે ક્રિસમસ પર ગાવામાં આવતા ગીત જિંગલ બેલ, જિંગલ બેલની તર્જ પર જુમલા બેલ, જુમલા બેલ કહીને ભાજપ પર નિશાન સાધ્યું છે. આના માટે પાર્ટીએ વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના કાર્ટૂન્સ ટ્વીટ કર્યા છે. કોંગ્રેસે હેપી ક્રિસમસ હૈશટેગ સાથે પોતાના અધિકારીક ટ્વીટર ડેન્ડલથી ટ્વીટ કર્યું, જુમલા બેલ, જુમલા બેલ, જુમલાઝ ઓલ ધ વે… ઓહ વોટ ફન ઈટ ઈઝ ટૂ સી વોટ એન ઓનેસ્ટ ગવર્મેન્ટ માઈટ સે. અમિત શાહના કાર્ટૂન ચિત્ર પર લખવામાં આવ્યું કે તે ક્રિસમસ પર શું ઈચ્છે છે. આમાં પરોક્ષ રુપથી NRC ને લઈને વડાપ્રધાન મોદીની તાજેતરની ટિપ્પણીનો હવાલો આપવામાં આવ્યો છે. દેશભરમાં NRC લાગૂ કરવાની વાતને લઈને અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ રામલીલા મેદાનમાં થયેલી રેલી દરમિયાન સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કેબિનેટમાં આને લઈને કોઈ ચર્ચા થઈ નથી. અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આખા દેશમાં NRC ને લઈને અત્યારે ચર્ચા કરવાની કોઈ જરુર નથી, કારણ કે આના પર અત્યારે કોઈ વિચાર-વિમર્શ થયો નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી યોગ્ય હતા, આને લઈને હજી ન તો મંત્રી મંડળમાં કોઈ ચર્ચા થઈ છે અને ન તો સંસદમાં.