નવી દિલ્હી- કોંગ્રેસે ગોવામાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. કોંગ્રેસના રાજ્યપાલ મૃદુલા સિન્હાને એક પત્ર લખીને રાજ્યામાં સરકાર રચવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, ધારસભ્ય ફ્રાંસિસ ડિસૂઝાના નિધન બાદ વિધાનસભામાં ભાજપના 13 ધારાસભ્યો છે. મનોહર પાર્રિકરના નેતૃત્વ વાળી સરકાર લોકોનો વિશ્વાસ ગૂમાવી ચૂકી છે. આ સ્થિતિમાં જે પાર્ટી અલ્પમતમાં હોઈ તેમને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસે કહ્યું છે કે,અમે ઈચ્છીએ છીએ કે, વર્તમાન સરકારને બર્ખાસ્ત કરવામાં આવે અને સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને સરકાર રચવાની તક આપવામાં આવે.
તમને જણાવી દઈએ કે, ગોવાના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ફ્રાંસિસ ડિસૂઝાનું હાલમાં જ નિધન થઈ ગયું છે. 64 વર્ષીય ડિસૂઝા કેન્સરથી પીડિત હતાં. તે ગોવા રાજીવ કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં 1999માં ગોવ વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા હતાં. ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતાં. 2012માં મનોહર પર્રિકરના નેતૃત્વ વાળી ભાજપની સરકરામાં ડિસૂઝાને નાયબ મુખ્યપ્રધાન તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા હતાં.
મહત્વનું છે કે, 40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. તેમની પાસે 14 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 13 ધારાસભ્યો છે. જેને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3, ગોવા ફાર્વડ પાર્ટીના 3 અને 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે.