જમ્મૂ-કાશ્મીરઃ લોકસભા ચૂંટણી પહેલા જમ્મૂ-કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. બંન્ને પાર્ટીઓ વચ્ચે થયેલા તાલમેલ અનુસાર, જમ્મૂ અને ઉધમપુર સીટ પર કોંગ્રેસ લડશે અને શ્રીનગર સીટ પર એનસી લડશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં પાંચ ચરણોમાં મતદાન થશે.
આજે કોંગ્રેસ સાથે ગઠબંધન પર એનસી નેતા ફારુખ અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મૂ અને ઉધમપુર સીટ પર કોંગ્રેસ લડશે, જ્યારે શ્રીનગર હું ચૂટણી લડીશ. ચૂંટણીમાં બે સીટો પર મિત્રતાનો સંઘર્ષ પણ રહેશે, જેમાં અનંતનાગ અને બારામૂલા સીટોનો સમાવેશ થાય છે. અમે લોકો લદ્દાખની સીટ પર પણ ચર્ચા કરીશું. અબદુલ્લાએ કહ્યું કે દેશને ધર્મનિરપેક્ષ રાખવાના ઉદ્દેશ્યથી બંન્ને પાર્ટીઓ સાથે આવી છે.
તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે મિત્રતાના સંઘર્ષનો અર્થ છે કે અનંતનાગ અને બારામૂલા સીટોને લઈને બંને પાર્ટીઓ વચ્ચે કાંટે કી ટક્કર નહી થાય. તો કોંગ્રેસ જીતે કે પછી એનસી, તે જીત બંને પાર્ટીઓ માટે હશે.
આઝાદે આગળ કહ્યું કે જીવો અને જીવવા દો. રાષ્ટ્ર હિતમાં લેવામાં આવેલો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. કોંગ્રેસ હોય કે પછી એનસી, જે પણ જીતશે, જીત બંને પાર્ટીઓ માટે જ મનાવવામાં આવશે. આઝાદે આગળ કહ્યું કે અમે જીવો અને જીવવા દોવાળી સ્થિતિ ઈચ્છી રહ્યાં છીએ.