નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન વિધેયક વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સંયુક્ત રુપે બોલાવવામાં આવેલા 11 કલાકનું બંધ મંગળવારે એટલે કે આજે સવારે પાંચ વાગ્યે શરુ થઈ ગયું. પૂર્વોત્તર વિદ્યાર્થી સંગઠને આ વિધેયક વિરુદ્ધ સાંજે ચાર વાગ્યે બંધનું આહ્વાન કર્યું છે. ઘણા અન્ય સંગઠનો અને રાજનૈતિક દળોએ પણ આને પોતાનું સમર્થન આપ્યું છે. આ બંધના આહ્વાનને ધ્યાને રાખતા અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પૂર્વોત્તર રાજ્યોના મૂળ નિવાસીઓને ડર છે કે આ બિલ બાદ બહારથી આવેલા લોકોના પ્રવેશથી તેમની ઓળખ અને રોજખારી સંકટમાં મૂકાઈ શકે છે. આ બિલ વિરુદ્ધ વિભિન્ન ક્ષેત્રના સંગઠનો સતત પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ, એઆઈયૂડીએફ, ઓલ અસમ સ્ટૂડન્ટ્સ યૂનિયન, કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ, ઓલ અરુણાચલ પ્રદેશ સ્ટૂડન્ટ્સ યૂનિયન, ખાસી સ્ટૂડન્ટ્સ યૂનિયન અને નગા સ્ટૂડન્ટ્સ ફેડરેશન જેવા સંગઠન બંધનું સમર્થન કરવા માટે એનઈએસઓ સાથે છે. ગુવાહાટી વિશ્વવિદ્યાલય અને ડિબ્રુગઢ વિશ્વ વિદ્યાલયે આવતીકાલે થનારી તેમની તમામ પરિક્ષાઓ ટાળી દીધી છે.
નાગરિકતા સંશોધન બિલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, અને પાકિસ્તાનથી ધાર્મિક હેરાનગતીના કારણે ભારત આવેલા હિંન્દૂ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સંપ્રદાયોના લોકોને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાના પાત્ર બનાવવાનું પ્રાવધાન છે. લોકસભામાં બિલ પર ચર્ચા બાદ આના પક્ષમાં સોમવારના રોજ 311 અને વિરુદ્ધમાં 80 મત પડ્યા, ત્યારબાદ નિચલા સદનની મંજૂરી મળી ગઈ.
ગૃહમંત્રી અમિત શાહના મણિપુરને ઈનર લાઈન પરમિટના વર્તુળમાં લાવવાની વાત કહ્યા બાદ રાજ્યમાં આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ધ મણિપુર પીપલ અગેઈન્સ્ટ કૈબે સોમવારના રોજ પોતાના બંધને સ્થગિત કરવાની જાહેરાત કરી.
આ બિલ અરુણાચલ પ્રદેશ, નગાલેન્ડ અને મિઝોરમમાં લાગૂ નહી થાય કે જ્યાં આઈએલપી વ્યવસ્થા છે આ સાથે જ સંવિધાનની છઠ્ઠા શિડ્યુલ અંતર્ગત શાસિત થનારા અસમ, મેઘાલય અને ત્રિપુરાના જનજાતીય ક્ષેત્ર પણ આના વર્તુળમાંથી બહાર હશે.