દેશવાસીઓને કોરોના વેક્સિન મફતમાં મળશેઃ ડો. હર્ષવર્ધન

નવી દિલ્હીઃ દેશભરમાં જારી રહેલા કોરોના વેક્સિનના ડ્રાય રનની વચ્ચે આરોગ્યપ્રધાને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હી નહીં, દેશઆખામાં વેક્સિન ફ્રી મળશે. બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 116 જિલ્લાઓમાં 259 જગ્યાએ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્યપ્રધાન શનિવારે ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં ડ્રાય રનની સમીક્ષા કરવા પહોંચ્યા છે.

આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને લોકોને વેક્સિન વિશેની અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે. દેશના લોકોને કોરોનાથી સરકાર સુરક્ષિત રાખવા ઇચ્છે છે. વેક્સિનના ડેવલપમેન્ટ એ પ્રક્રિયાનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે પોલિયો ઝુંબેશ દરમ્યાન વિવિધ પ્રકારની અફવા ફેલાઈ હતી, પણ લોકોએ વેક્સિન લીધી, જેથી ભારત હવે પોલિયોમુક્ત થઈ ગયો છે.

કોવિશિલ્ડને દેશમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી

દેશમાં કોરોનાના વ્યાપક રસીકરણ માટે શનિવારે દેશવ્યાપી ડ્રાય રન યોજાવાની છે એ પહેલાં જ લોકોને નવા વર્ષની  ભેટ મળી છે. કોવિશિલ્ડને દેશમાં ઇમર્જન્સી ઉપયોગ માટે એક્સપર્ટ પેનલની મંજૂરી મળી ગઈ છે. સિરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી રહેલી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]