ચારધામ યાત્રા માટે IRCTCએ શરૂ કરી વિશેષ-ટ્રેન

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ કરવાની જાહેરાત સાથે જ ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ આ સુપ્રસિદ્ધ યાત્રાસ્થળો માટે એક વિશેષ ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં પ્રવાસીઓને ડીલક્સ સુવિધાઓ અને પ્રવાસની સર્વોત્તમ રાહત પ્રાપ્ત થશે.

ભારત સરકારે હાથ ધરેલી ‘દેખો અપના દેશ’ પહેલ અંતર્ગત ચારધામ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ આ ટુર માટેની ટિકિટ ખરીદનારને યાત્રા દરમિયાન આશરે 8,500 કિ.મી. અંતરની સફર કરશે. ‘ચારધામ યાત્રા ટુર’ની અવધિ 16 દિવસની રહેશે. IRCTCએ આ પહેલી ટ્રેન ગઈ કાલે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનેથી રવાના કરી હતી. પ્રવાસીઓને રામાયણ સર્કિટ સ્થળોની યાત્રા કરાવતી ‘શ્રી રામાયણ યાત્રા ટ્રેન’ની સફળતાને પગલે IRCTC કંપનીએ ચારધામ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે.