નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં મળેલી કેબિનેટની બેઠકમાં 12-પોઇન્ટ સિસ્ટમના સ્થાને અનામતના જૂના 200-પોઇન્ટ સિસ્ટમને કાયમ કરવા માટે વટહુકમને મંજૂરી આપી. ઉપરાંત, SC/ST/OBCને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં જૂની સિસ્ટમના હિસાબથી અનામતને કાયમ કરવાની મંજૂરી આપી. દેશમાં 50 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવા માટે કેબિનેટની મંજૂરી મળી.
આ ઉપરાંત એથેલોન માટે સોફ્ટ લોન પેકેજને પણ મંજૂરી મળી ગઈ છે. ખાંડ બનાવનારી કંપનીઓ જો એથેલોન પ્લાન્ટ સ્થાપશે તો સરકાર તેમને લોન પર વ્યાજમાં છૂટ આપશે. જો, ખાંડ ન બનાવનારી કંપનીઓ પણ એથેલોન પ્લાન્ટ લગાવવા માંગે છે તો તેમને પણ છૂટછાટ આપવામાં આવશે. આ પગલાથી ખાંડ બનાવતી કંપનીઓને સહારો મળશે. સાથોસાથ ખેડૂતોને શેરડીની ચૂકવણી વહેલી થવાની આશા છે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય
|