નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વખતના બજેટથી ટેક્સપેયર્સને ઘણી અપેક્ષા છે. સરકાર ખપત વધારવા અને અર્થતંત્રને ગતિ આપવા માટે ઇન્કમ ટેક્સ ઘટાડવા પર વિચાર કરી રહી છે. હાલ નવી અને જૂની કરવ્યવસ્થામાં રૂ. 10-15 લાખથી વધુ વાર્ષિક આવકવાળા લોકોને સૌથી વધુ 30 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. આવામાં સરકાર રૂ. 10 લાખ સુધીની વાર્ષિક આવકને ટેક્સફ્રી કરવા પર વિચાર કરે એવી શક્યતા છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં ન્યુ ટેક્સ રિજિમનો પ્રારંભ કર્યો હતો. એમાં મૂડીરોકાણ કે હોમ લોન પર ટેક્સ ડિડક્શનનો લાભ નથી મળતો, પરંતુ ટેક્સ દર ઓછો છે. પહેલાં ટેક્સપેયર્સે એમાં રસ નહોતો દાખવ્યો, પરંતુ હવે ITR ફાઇલ કરવાવાળાઓની સંખ્યા સતત વધી રહી છે. જેથી સરકાર એને વધુ આકર્ષક બનાવવાના પ્રયાસ કરે એવી શક્યતા છે.
હવે આશરે 72 ટકા ટેક્સપેયર્સ ન્યુ ટેક્સ પદ્ધતિ હેઠળ ITR ફાઇલ કરી રહ્યા છે. એનું મોટું કારણ એ છે કે નવી કરવ્યવસ્થા ઘણી સરળ છે અને એમાં વિના કી ઝંઝટ નોંધપાત્ર રકમ ટેક્સફ્રી થઈ જાય છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો ડેટાથી સ્પષ્ટ છે કે સરકારને સૌથી વધુ આવક એ લોકોથી પ્રાપ્ત થાય છે, જેમની વાર્ષિક આવક રૂ. 10-15 લાખથી વધુ છે. આવામાં રૂ. 10 લાખ સુધીની આવક ટેક્સફ્રી કરવા પર વિચાર કરે એવી શક્યતા છે. એનાથી મધ્યમ વર્ગને ઘણી રાહત મળશે. અર્થશાસ્ત્રીઓએ પણ 10-15 લાખવાળા સ્લેબમાં પણ ટેક્સ ઘટાડવાનું સૂચન કર્યું છે.