લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનની સરકાર બ્રેક્ઝિટ બિલ સંસદમાં રાખવાની યોજના છે જેનાથી દેશ આવતા મહિને યુરોપીય સંઘથી બહાર થઈ શકે. જ્હોનસનના પ્રવક્તાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, અમે ક્રિસમસ પહેલા પ્રક્રિયા શરુ કરવા માંગીએ છીએ અને આને અધ્યક્ષ (હાઉસ ઓફ કોમન્સ) સાથે ચર્ચા કરીને યોગ્ય સંવૈધાનિક રીતે કરીશું.
ઉલ્લેખનીય છે કે બેક્ઝિટ પર ચાલી રહેલી હલચલ વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટનમાં ત્રણ વાર સામાન્ય રીતે ચૂંટણી થઈ ચૂકી છે. આ વખતે થયેલી ચૂંટણીમાં બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે અને બ્રેક્ઝિટ માટે રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આ પહેલા જ્યારે ચૂંટણી હતી ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી મળી શકી નહોતી અને થેરેસા મે એ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ જ્હોનસન વડાપ્રધાન બન્યા હતા.
બ્રિટનની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ શાનદાર જીત પ્રાપ્ત કરતા બહુમતના જાદુઈ આંકડાને 326 ને પાર કરી લીધો હતો. 1980 ના દશકમાં માર્ગ્રેટ થૈચરના સમય બાદ કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. લેબર પાર્ટીના ખાતામાં 203 સીટો આવી.