નવી દિલ્હી- કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ નાણાંકીય વર્ષ 2017-18 માટે પોતાની આવક અને ખર્ચનો હિસાબો જાહેર કર્યાં છે. ઓડિટ માટે બંન્ને પક્ષોએ પોતાની આવક અને ખર્ચના આંકડા ઈલેકશન કમીશનને આપવાના હોય છે, ત્યારે હજુ સુધી કોંગ્રેસે પોતાના હિસાબો સ્પષ્ટ કર્યા નથી. ભાજપે નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ.1027.34 કરોડથી કુલ આવકની સામે 74 ટકા રકમ એટલે કે, 758.47 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ થયો હોવાનું જાહેર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાજપની આવકમાં 7 કરોડની ઘટ થઈ છે. નાણાંકીય વર્ષ 2016-17માં ભાજપની આવક 1,034.27 કરોડ રૂપિયા હતી.
આ જાણકારી સોમવારે જાહેર કરાયેલા ઈલેકશન એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મસ (DRA)ની રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ ભાજપની કુલ વાર્ષિક આવક રૂ. 1027.34 કરોડ હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે જ ભાજપ સૌથી વધુ કમાણી કરનાર પાર્ટી રહી હતી.
કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્કસિસ્ટની આવક રૂ.104.847 કરોડની સામે વાર્ષિક ખર્ચ 83.482 કરોડ દર્શાવવામાં આવ્યો છે.ત્યારબાદ માયાવતીની પાર્ટી બસપાએ પોતાની વાર્ષિક આવક 51.7 કરોડ રૂપિયા જાહેર કરી હતી. જેમાંથી પાર્ટીએ માત્ર 29 ટકા એટલે કે, 14.78 કરોડ રૂપિયાનો જ ખર્ચ કર્યો છે. રિપોર્ટ અનુસાર રાકાંપા જ એકમાત્ર એવી પાર્ટી છે, જેમણે 8.15 કરોડ રૂપિયાની કુલ આવક કરતા વધારેનો ખર્ચ કર્યો છે. તેમનો ખર્ચ 8.84 કરોડ રહ્યો છે.
શરદ પવારના નેતૃત્વની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ (એનસીપી) તેની આવક 8.15 કરોડની સામે ખર્ચ 8.84 કરોડ દર્શાવી હતી. તૃણમુલ કોંગ્રેસની કુલ આવક રૂ.5.167 કરોડ તો કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)એ તેની કુલ આવક 1.55 કરોડ દર્શાવી હતી.
વર્ષ 2016-17 દરમિયાન કોંગ્રેસે 225.36 કરોડની આવક ધરાવતી પાર્ટી કોંગ્રેસે આ વર્ષે હજું સુધી ઈન્કમ ટેકસ રિટર્નની કોપી જમા કરાવી નથી. રાજકીય પાર્ટીઓએ 30 ઓક્ટોબર સુધીમાં વાર્ષિત ઓડિટ માટે ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતાં.