નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સાંસદ આઝામ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રામપુરમાં મૌલાના મોહમ્મદ જૌહર અલી યુનિવર્સિટીને લઈને ઉપજિલ્લા અધિકારીએ મોટો આદેશ આપ્યો છે. ઉપજિલ્લા અધિકારીએ યુનિવર્સિટીની અંદર જઈ રહેલાં સાર્વજનિક માર્ગથી અનઅધિકૃત કબજો હટાવવાની માગ કરી છે.
આ સિવાય આઝમ ખાનને ક્ષતિપૂર્તિના રુપમાં 3 કરોડ 27 લાખ 60 હજાર અને કબજો મુક્ત થાય ત્યાં સુધી 9,10,000 પ્રતિ માસના દરથી 15 દિવસની અંદર વાદી લોક નિર્માણ વિભાગને આપવાનો આદેશ આપ્યો છે. આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીની જમીનોના વિવાદ પર ગૃહ મંત્રાલયે મામલાની નોંધ લીધી છે. આ કારણે આઝમ ખામનની મુશ્કેલીઓ રોજ વધી રહી છે. તેઓ ચારેબાજુથી ઘેરાયેલા દેખાઈ રહ્યાં છે. હવે પછી તે સત્તા પક્ષના લોકો હોય કે વિપક્ષ હોય, બંન્ને જ તેમના વિરોધમાં ઉભાં છે.
સરકારમાં રહેતાં આઝમ ખાને જે પણ નિયમ વિરુદ્ધના કામો કર્યાં હતાં, લોકો હવે તે તમામની ફરિયાદ કરી રહ્યાં છે. પહેલાં પ્રધાન રહેલા ંનવાબ કાજિમ અલી ખાં ઉર્ફ નવેદ મિયાંએ શત્રુ સંપત્તિની ફરિયાદ ગૃહ મંત્રાલયને કરી હતી.
તેમનો આરોપ હતો કે પૂર્વ પ્રધાન આઝમખાને શત્રુ સંપત્તિને પોતાની જૌહર યુનિવર્સિટીમાં શામિલ કરીને તેના પર ગેરકાયદે કબ્જો કરી લીધો છે. સાથે તેના પર પોતાની યુનિવર્સિટી પણ ચલાવી રહ્યાં છે. આની જ ફરિયાદ નાવેદ મિંયાએ ગૃહ મંત્રાલયને કરી અને તેનો જવાબ તેમને મળ્યો અને ગૃહ મંત્રાલયે પત્ર લખીને આશ્વાસન આપતાં કહ્યું કે જલદી જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
હકીકતમાં રામપુરમાં નવાબ કાજિમ અલી ખાન ઉર્ફે નાવેદ મિંયાએ ગૃહ વિભાગને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ હતી કે આઝમ ખાને 13.8420 હેક્ટર કસ્ટોડિયલ ભૂમિ પોતાની યુનિવર્સિટીમાં શામિલ કરીને ગેરકાયદે કબ્જો કર્યો છે. રામપુરના એસડીએમ કોર્ટે પણ આઝમ ખાન પર ગાળીયો કસતાં કહ્યું છે કે જૌહર યુનિવર્સિટીના રસ્તા પર ગેરકાયદે નિર્માણ અને અતિક્રમણને તાત્કાલિક હટાવવામાં આવે. આદેશમાં કોર્ટે કહ્યું કે આઝમ ખાન 3,27,60000 રુપિયાની ભરપાઈ કરે અને જ્યાં સુધી કબજો પૂર્ણ રીતે દૂર ન થાય ત્યાં સુધી આઝમ ખાનને દર મહિને 91 લાખ રુપિયા આપવા પડશે.