કોરોનાની બીજી-લહેરમાં લોકોની બેન્ક-ડિપોઝિટ, રોકડમાં ઘટાડોઃ RBI

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની બીજી લહેર દરમ્યાન લોકોની બેન્કમાં જમા (ડિપોઝિટ) અને હાથ ઉપર રાખેલી રોકડ ઘટી ગઈ છે. એનો અર્થ રોગચાળાને કારણે મોટા ભાગના લોકોએ સારવાર માટે સારાએવા નાણાં ખર્ચ કર્યાં છે. રિઝર્વ બેન્કની માસિક પત્રિકામાં અધિકારીઓએ એક લેખમાં આ કહ્યું હતું. આ લેખમાં કહ્યું હતું કે બેન્ક ઋણની તુલનામાં બેન્ક જમા રકમમાં ઘટાડાનો દર પણ વધુ છે. એ બતાને છે આ વખતે બેન્કોમાં જમા કરાતી ઘરેલુ બચત ઘટી છે.એ પહેલી લહેર દરમ્યાન જોવાયેલા બચતમાં વધારાથી ઊલટું છે. રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં  રૂ. બે લાખ કરોડનું નુકસાન થવાની સંભાવના છે.  

આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે એક પરિવારની કુલ સંપત્તિમાં બેન્ક જમાનો હિસ્સો આશરે 55 ટકા હોય છે. માસિક આધારે એપ્રિલ, 2021ના અંતમાં એમાં 0.1 ટકાનો ઘટાડો થયો, કેમ કે એપ્રિલ, 2020માં એમાં 1.1 ટકાનો વધારો થયો હતો. રિઝર્વ બેન્કના પ્રારંભિક અનુમાન અનુસાર પરિવારની નાણાકીય બચત 2020-21ની ત્રીજી લહેરમાં ઘટીને 8.2 ટકાએ આવી ગઈ છે, જે આ પહેલાંના બે ત્રિમાસિક ગાળામાં ક્રમશઃ 21 ટકા અને 10.4 ટકા હતી.

લોકોની પાસે રોકડમાં પણ એપ્રિલ, 2021માં ઘટાડો થયો હતો અને 1.7 ટકા રહ્યો હતો, જ્યારે એક વર્ષ પહેલાં આ જ મહિનામાં એમાં 3.5 ટકાનો વધારો થયો હતો. એનો અર્થ છે કે કોરોના રોગચાળાને કારણે સારવાર પર લોકોએ ઘણાં નાણાં ખર્ચ કર્યાં છે.