આયુષ્માન ભારત યોજના મોટા ભાગનાં રાજ્યોમાં પાટા પર

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રધાન મનસુખ માંડવિયાએ દેશના દરેક નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે 18 રાજ્યોનો એક અહેવાલ જારી કરતાં કહ્યું હતું કે આયુષ્માન ભારત- સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો (AB-HWC)ની યોજના મોટા ભાગનાં રાજ્યોમાં બરાબર પાટા પર ચાલી રહી છે, જેમાં ડિસેમ્બર, 2022 માટે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક રોડમેપ બનાવવામાં આવ્યો છે.

 

તેમણે કહ્યું હતું કે AB-HWC દેશના છેવાડાની વ્યક્તિ સુધી સસ્તી અને સુલભ આરોગ્ય સેવા આપવા માટે યોજના બનાવવામાં આવી છે. આ સંબંધમાં યોજનાનાં કામકાજની સમીક્ષા માટે ત્રાજા પક્ષકારની સમીક્ષા મહત્ત્વની છે. તેમણે કહ્યું હતું કે આયુષ્માન ભારત યોજનાને વધુ મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પાયાની સુવિધાઓની સગવડ અને આરોગ્યની આર્થિક અસમાનતાની સ્થિતિ જેવી અડચણોમાં નોંધપાત્ર સુધારો થયો છે. બધી ચાર શ્રેણીઓમાં તપાસ કરવામાં આવી છે- જેમાં સારવાર, દવા, નિદાન અને સ્વચ્છતાની સેવાની સાથે ગ્રાહકનો સંતોષ (દર્દી) એ જ અમારું લક્ષ્ય છે, જેમાં ઘણો સુધારો થયો છે, એમ અહેવાલ કહે છે.

તેમણે અહેવાલોના નિષ્કર્ષોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે વડા પ્રધાનેની સસ્તી અને સુલભ આરોગ્યની દેખભાળ કરવાની AB-HWCની કલ્પના સાકાર થશઈ છે. આ રિપોર્ટ ભવિષ્યની યોજના માટે એક માર્ગદર્શકના રૂપમાં કામ કરશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]