આસામ, મિઝારમનો સીમાવિવાદ ચરમસીમાએઃ છ લોકોનાં મોત

ગુવાહાટીઃ આસામ અને મિઝોરમની વચ્ચે સરહદ વિવાદનો મુદ્દો હિંસક થઈ ગયો હતો. બંને રાજ્યોની પોલીસ અને નાગરિકોની વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. બંને વચ્ચે લાકડીઓ ઊછળી, મામલો બીચક્યો તો પોલીસે ટિયર ગેસ છોડ્યો હતો. એ દરમ્યાન ફાયરિંગ પણ થયું હતું, જેમાં છ લોકોનાં મોત થયાં છે. આ સાથે કછાર જિલ્લાના SP સહિત 50 અન્ય લોકો ઘાયલ થયા હતા. હિંસાના તણાવ પછી આસામ અને મિઝોરમની વચ્ચે વિવાદિત બોર્ડ પર CRPFની તહેનાત કરવી પડી હતી.

આસામ સરકારે જીવ ગુમાવનારા પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકના સન્માનમાં ત્રણ દિવસનો રાજકીય શોકની ઘોષણા કરી છે. મુખ્ય પ્રધાન હેમંત બિશ્વ સરમાએ કહ્યું હતું કે મૃતક પોલીસ કર્મચારીઓના પરિવારને રૂ. 50-50 લાખની આર્થિક મદદની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘાયલોને રૂ. એક-એક લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.  તેમણે આ સુપ્રીમ કોર્ટ જવાનો પણ નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે મેં છ વાર મિઝોરમના મુખ્ય પ્રધાનને કોલ કર્યો હતો. તેમણે સોરી કહ્યું અને મને આઇઝોલમાં વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું.

વાસ્તવમાં આસામ અને મિઝોરમની બોર્ડર આશરે 164 કિલોમીટર લાંબી છે. એ બોર્ડર ઐઝવાલ, કોલાસિબ, મામિત અને આસામના કાચર, હેલ કાંડી અને કરીમગંજ જિલ્લામાં થઈને પસાર થાય છે. આ સીમા વિવાદ એ બોર્ડરની પાસે ગુટગુટી ગામમાં ત્યારે શરૂ થયો, જ્યારે મિઝોરમની પોલીસે અહીં કેટલાક અસ્થાયી કેમ્પ બનાવી લીધો. આસામ પોલીસનું કહેવું છે કે એ કેમ્પ તેમના રાજ્યની જમીન પર બનાવવામાં આવ્યો છે, જ્યારે મિઝોરમ પોલીસનો દાવો છે કે એ વિસ્તાર તેમનો છે.