કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કારમાં કોકિન લઈને જઈ રહેલાં ભાજપનાં યુવા નેતા પામેલા ગોસ્વામીને પોલીસે શુક્રવારે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેના મિત્ર પ્રોબિર કુમાર ડેને પણ ન્યુ અલીપુર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. જોકે કોકિન રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલાં ભાજપ યુવા મોરચાના નેતા પામેલા ગોસ્વામીએ ભાજપના મહા સચિવ અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની નજીકના ભાજપના નેતા રાકેશ સિંહ પર આરોપ લગાવ્યો છે, કેમ કે તેમણે મને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું છે. જોકે રાકેશ સિંહે આ આરોપોને નિરાધાર જણાવતાં કહ્યું હતું કે આ આરોપ સાબિત થાય તો તેઓ રાજકારણ છોડી દેશે.
બંગાળમાં ભાજપની યુવા શાખાનાં નેતા પામેલા ગોસ્વામીના પિતાએ ગયા વર્ષે કોલકાતા પોલીસને પોતાની પુત્રી સંદિગ્ધ નશીલી દવાઓની લત લઈને જાણ કરી હતી. પિતાના જણાવ્યા મુજબ તે પરિણીતા હોવા છતાં એક અન્ય ભાજપના નેતાની સાથે સંબંધમાં હતી.
હુગલી જિલ્લાના મહા સચિવ અને ભાજપના યુવા મોરચાની નેતા પામેલા ગોસ્વામી ન્યુ અલીપુરથી રૂ. 90 લાખનું કોકેન લઈ ગઈ હતી. તેમની કારને રસ્તા પર અટકાવી તપાસ કરવામાં આવી ત્યારે કારમાંથી 100 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઘટના વખતે સુરક્ષા માટે કારમાં સીઆરપીએફનો જવાન પણ હતો. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક પદાર્થ અધિનિયમ (NDPS)ની કલમ 21 (બી)-29 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પામેલાએ રાકેશ સિંહનું નામ કેમ લીધું? એના જવાબમાં સિંહે કહ્યું હતું કે એ મમતા બેનરજીનું ભાજપને તોડવાનું અને બદનામ કરવાનું કાવતરું છે. જિંદગીમેં મેં ચા નથી પીધી તો કોકિન સિગારેટમાં મારું નામ જોડાયું છે. આ મામલે તપાસ થવી જોઈએ, એમ રાકેશ સિંહે કહ્યું હતું.