જમ્મુ-કાશ્મીરઃ પુલવામા સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા બાદથી સુરક્ષા દળોએ દહેશતગર્દો વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. આની અસર એ પડી છે કે ખુંખાર આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો કમાન્ડર બનવા માટે ઘાટીમાં કોઈ વ્યક્તિ તૈયાર નથી. લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને ઘાટીનમાં આતંકવાદને પહોંચી વળવાના સવાલને લઈને આ વાત કહી છે. મીડિયા સાથે વાત કરતા ઢિલ્લને કહ્યું કે જૈશ એ મહોમ્મદ વિરુદ્ધ અમે જવાબી કાર્યવાહી કરી, જેનાથી એવી સ્થિતી બની ગઈ કે કોઈપણ આતંકી સંગઠનનું નેતૃત્વ કરવા તૈયાર નથી.
શ્રીનગરમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં સેના દ્વારા 15મી કોરના કમાન્ડર કેજેએસ ઢિલ્લને સીઆરપીએફના આઈજી જુલ્ફિકાર હસન અને જમ્મૂ-કાશ્મીર પોલીસના આઈજી એસપી પાણી શામિલ થયા. મીડિયા સાથે ઘાટીની કાયદો અને વ્યસ્થા મુદ્દે વાત કરતા જીઓસી ઢિલ્લને કહ્યું કે પુલવામાના આતંકી હુમલા બાદ સેનાએ કાશ્મીર ઘાટીમાં પોતાની કાર્યવાહી તેજ કરી છે. 14 ફેબ્રુઆરી બાગ સેનાએ ઘાટીમાં 41 આતંકીઓને ઢેર કર્યા છે, જેમાં જૈશ એ મહોમ્મદના 25 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. જેઓસીએ જણાવ્યું કે માર્યાગયેલા આતંકીઓ પૈકી 13 પાકિસ્તાની આતંકીઓ પણ શામિલ છે. આ સીવાય અલગ-અલગ કાર્યવાહીમાં સેનાએ 12 આતંકીઓની ધરપકડ પણ કરી છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે 2018માં સેનાએ કાશ્મીર ઘાટીમાં કુલ 272 આતંકીઓને ઠાર કર્યા હતા. આ સીવાય મોટી સંખ્યામાં આતંકીઓની ધરપકડ પણ થઈ હતી. આ કાર્યવાહી બાદ ઘાટીમાં આતંકનો રસ્તો પસંદ કરનારા યુવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે, જે એક સારો સંકેત છે. આપને જણાવી દઈએ કે આ વર્ષની શરુઆતમાં જ જૈશ-એ-મહોમ્મદના આતંકીઓએ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ જવાનોના એક કાફલા પર હુમલો કર્યો હતો. આશરે 2500 જવાનોને લઈ જઈ રહેલા આ કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જેટલા સીઆરપીએફના જવાનો પણ શહિદ થયા હતા.