મહાકુંભમાં ફરી આગની ઘટના, ત્રીસ દિવસમાં આગની પાંચમી ઘટના

પ્રયાગરાજ: મહાકુંભમાં ફરી એક વાર આગ લાગવાની ઘાટના બની છે. સેક્ટર 8ના અનેક પંડાલ આ આગમાં બળીને ખાખ થયા હતા. જોકે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 30 દિવસમાં આગની આ 5મી ઘટના હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સેક્ટરમાં 8 એક ટેન્ટમાં આગની ઘટના બની હતી. જોકે સમય સૂચકતા સાથે આગને કાબૂમાં કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ મોટી જાન કે માલ હાનિના અહેવાલ સામે આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આગ ભડકી હતી અને ત્યારે સેક્ટર 18 અને 19માં અનેક પંડાલ તેની લપેટમાં આવી ગયા હતા. જ્યારે 7 ફેબ્રુઆરીએ પણ શંકરાચાર્ય માર્ગ પર સંત હરિહરાનંદના પંડાલમાં આગની ઘટના બની હતી. ત્યારે 20 થી 22 પંડાલ બળીને રાખ થઇ ગયા હતા. આ પહેલા 30 જાન્યુઆરીએ સેક્ટર 22માં આગની ઘટના બની હતી. ત્યારે 20 મિનિટમાં અનેક પંડાલ રાખ થઇ જવા છતાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે સૌથી પહેલી આગની ઘટના 19 જાન્યુઆરીએ બની હતી. જ્યાં 180 જેટલા કોટેજ સળી ગયા હતા. આ આગની ઘટના ગેસ લીક થવાને કારણે બની હતી.

મહાકુંભમાં આજે પણ ભક્તોની ભાડે ભીડ ઉમટી છે. આંકડાનું માનીયે તો બપોરે 2 વાગ્ય સુધીમાં 92.50 લાખ ભક્તોએ અમૃત સ્નાનનો લાભ લીધો તો. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ટ્રાફિક જામ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. ભીડને કારણે, દરિયાગંજ સ્થિત સંગમ સ્ટેશન 26 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. મહાકુંભમાં તહેનાત અધિકારીઓની ફરજ 27 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. મેળા વિસ્તારમાં વાહનોનો પ્રવેશ ફરીથી બંધ કરવામાં આવ્યો છે. તમામ પ્રકારના પાસ રદ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજમાંથી પસાર થતી 19 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. સંગમથી 10-12 કિમી પહેલા બનાવેલા પાર્કિંગમાં વાહનો રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોને પગપાળા સંગમ જવું પડે છે.