બેંગ્લોરઃ ચૂંટણીની ગરમા-ગરમી વચ્ચે એક ઓટો ડ્રાઈવરે ઈનકમ ટેક્સ વિભાગને મુંઝવણમાં મૂકી દીધું છે. આ ઓટો ડ્રાઈવરે 1.6 કરોડ રુપિયાનો આલીશાન વિલા ખરીદ્યો છે. ત્યારે આ મામલે ઈનકમ ટેક્સ વિભાગ મુંઝવણમાં મુકાયું, અને આ ઓટો ડ્રાઈવરના રાજકીય સંબંધો હોવાની આશંકા થતા તપાસ કરવામાં આવી. પરંતુ તપાસ બાદ ઈનકમ ટેક્સ વિભાગને જણાયું કે આ મામલો રાજકીય મામલો નથી લાગતો. ત્યારે આખરે એક ઓટો ડ્રાઈવરે આવડા મોટા વિલાની ખરીદી કેવી રીતે કરી તે મામલો પણ જાણવા જેવો છે.
મીડિયા સાથેની વાતચીતમાં ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ મામલો દાન આપવાનો છે. શરૂઆતની જાણકારી મુજબ, આ મામલો અમેરિકાની એક દાનકર્તા આપનારી મહિલા લારા એવિસન સાથે જોડાયેલો છે. હકીકતમાં ઓટો ડ્રાઇવરની 2006 માં બેંગલુરુમાં એક 72 વર્ષીય અમેરિકન પ્રવાસી લારા એવિસન સાથે મુલાકાત થઈ હતી. ઓટોમાં તેમને શહેર ફેરવતી વખતે તેઓએ લારા સાથે પોતાની આર્થિક તંગી વિશે જણાવ્યું હતું.
ઓટો ડ્રાઇવરની પરેશાની જાણ્યા બાદ અમેરિકન મહિલાએ તેના બાળકોના અભ્યાસની જવાબદારી લેવાની રજૂઆત કરી. પરંતુ બાદમાં ધીમ-ધીમે બંનેના સંબંધો મજબૂત થઈ ગયા. બાદમાં તેણે વિલા ખરીદવા માટે પૈસા પણ આપ્યા. અમેરિકન મહિલા પાસેથી પૈસા મળ્યા બાદ ઓટો ડ્રાઇવરે કર્ણાટકના મહાદેવપુરાના જટ્ટી દ્વારકામઈમાં 15 રુમનો એક વિલા ખરીદી લીધો. જોકે, તેણે આ વિલા એવા સમયે ખરીદ્યો અને તેમાં રહેવાનું શરુ કર્યું જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે. તેથી આઈટી ડિપાર્ટમેન્ટની નજર તેની પર પડી ગઈ.
જોકે, તેણે આ વિલા એવા સમયે ખરીદ્યો અને તેમાં રહેવાનું શરુ કર્યું જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે. તેથી આઈટી ડિપાર્ટમેન્ટની નજર તેની પર પડી ગઈ. હવે ઇનકમ ટેક્સ વિભાગ તેમાં કોઈ અન્ય પ્રકારની તપાસ કરી રહી છે. શરૂઆતની તપાસમાં મામલો બેનામી સંપત્તિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. પરંતુ હવે ચોંકાવનારા દસ્તાવેજ મળ્યા. અધિકારીઓ મુજબ, સુબ્રમણિ નલ્લૂરલ્લી તરફથી રજૂ કરવામાં આવેલી કહાણી અને તેના દ્વારા દર્શાવવામાં આવેલા દસ્તાવેજ તેની કહાણીને સાચી કહી રહી છે. અનેકવાર આવું થાય છે.