દિલ્હીમાં ઓવૈસીના નિવાસસ્થાન પર તોફાની તત્ત્વો દ્વારા પથ્થરમારો

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નેતા અસદુદ્દીન ઓવૈસીના અત્રેના અશોક રોડસ્થિત નિવાસસ્થાન પર ગઈ કાલે સાંજે અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાનો અહેવાલ છે. તે હુમલામાં ઓવૈસીના ઘરની બારીના કાચ તૂટી ગયા હતા. આ જાણકારી ઓવૈસીએ ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

ઓવૈસીએ આ હુમલા વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કહ્યું કે તે ઘટના ગઈ કાલે સાંજે લગભગ 5.30 વાગ્યે બની હતી. અજાણી વ્યક્તિઓએ પોતાના ઘર પર પથ્થરમારો કર્યો હતો.

ફરિયાદ નોંધાવાયા બાદ એડિશનલ ડીસીપીની આગેવાની હેઠળ પોલીસની એક ટૂકડી ઓવૈસીના ઘેર પહોંચી હતી અને પુરાવા એકત્ર કર્યા હતા.