અમે જામિયાના બાળકોની સાથેઃ ઓવૈસીએ પણ ઝંપલાવ્યું

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી સીએએ-એનઆરસીનો મજબૂત કરી રહેલા જામિયા મિલિયાના વિદ્યાર્થીઓની વ્હારે ઓવૈસી આવ્યા છે. AIMIMના ચીફ અવાસુદ્દીન ઓવૈસીએ જામિયા મિલિયાના વિદ્યાર્થીઓનો મુદ્દો આજે સંસદમાં ઉઠાવ્યો હતો અને કહ્યું કે હું તેમનું સમર્થન કરું છું. તો આજે લોકસભામાં પણ ઓવૈસીએ જાહેરાત કરી કે તેઓ જામિયાના બાળકોની સાથે છે. તેમણે કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર કરી રહી છે, દીકરીઓને મારી રહી છે.

લોકસભામાં કાર્યવાહી દરમિયાન ઓવૈસીએ કહ્યું કે, સરકાર બાળકો પર અત્યાચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે બધા જામિયાના વિદ્યાર્થીઓ સાથે છીએ. આ સરકાર બાળકો પર અત્યાર કરે છે. એક બાળકની આંખ જતી રહી, જણાવો કે શાં માટે એમને મારી રહ્યા છો. આ લોકોનામાં શરમ નથી, બાળકોને મારી રહ્યા છે.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓ આશરે એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને તોડફોડના ગુનામાં અનેક લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે અને આમાં કોઈપણ વિદ્યાર્થી નથી.

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરીએ કહ્યું કે, દેશના સામાન્ય માણસો સંવિધાન બચાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સંવિધાન પકડીને બેઠેલા અને રાષ્ટ્રગિત ગાઈ રહેલા આ લોકો પર ગોળીઓ વરસાવવામાં આવી રહી છે. દેશના લોકોને ક્રૂરતાથી મારવામાં આવી રહ્યા છે.