નવી દિલ્હીઃ દિલ્હીનો અસલી બોસ કોણ, લેફ્ટનન્ટ જનરલ કે રાજ્યના મુખ્યપ્રધાન, ખૂબ લાંબા સમયથી આ મામલે અરવિંદ કેજરીવાલની આગેવાની વાળી આપ સરકાર અને એલજી વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો. આ મામલે બે અલગ-અલગ જજમેન્ટ આવ્યા. કોર્ટે એક મહત્વનો સુઝાવ રાખ્યો કે દિલ્હી સરકારનું એન્ટી કરપ્શન બ્યૂરો કેન્દ્ર સરકારના વર્તુળમાં આવે છે.
જસ્ટિસ સીકરીએ કહ્યું કે એસીબી પર કેન્દ્ર સરકારનો કન્ટ્રોલ છે. દિલ્હી સરકાર પાસે પોલિસિંગની તાકાત નથી. જસ્ટિસ સીકરીએ જોઈન્ટ સેક્રેટરી અને તેનાથી ઉપરની રેંકના ઓફિસરોની ટ્રાંસફર અને પોસ્ટિંગ એલજીના દાયરામાં ગાવી જ્યારે બાકીને દિલ્હી સરકારના અંતર્ગત ગણાવ્યા. જજ અનુસાર જો મતભેદ થાય તો એલજીનો મત સર્વોપરી હશે.
તો જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે તે જસ્ટિસ સીકરીથી સર્વિસના મુદ્દાને છોડીને બાકી તમામ બિંદુઓ પર સહમત છે. સર્વિસ એટલે કે ઓફિસરોના ટ્રાંસફર-પોસ્ટિંગનો મામલો. જસ્ટિસ ભૂષણે કહ્યું કે દિલ્હી સરકારને કાયદો બનાવવાનો હક્ક નથી. તો આ મામલે વહેંચાયેલો આદેશ આવવાના કારણે આ મામલો હવે ત્રણ જજોની બેંચ પાસે ચાલ્યો ગયો છે.
કોર્ટના નિર્ણય અનુસાર અધિકારીઓ પર અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે. ઓફિસરો પર અનુશાસન વાળો કેસ રાષ્ટ્રપતિ જોશે. તો સચિવ સ્તર સુધીના અધિકારી પર એલજી નિર્ણય લે.