મહિલાથી પુરુષ બનેલી વ્યક્તિ પ્રેગનેન્ટ થઈ

તિરુઅનંતપુરમઃ કેરળમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર કપલે પ્રેગનેન્સીના ખુશખબર આપ્યા છે. તેમના ઘરે એક નવા મહેમાનનો પ્રવેશ થવાનો છે. કોઝીકોનના રહેવાસી આ કપલ જિયા (21) અને સાહાદ પાવલ (23)એ આ ખુશખબર સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા. માર્ચમાં તેમનું બાળક આ વિશ્વમાં આવી જશે. તેમણે સોશિયલ મિડિયા દ્વારા માતા-પિતા બનવાના ખુશખબર શેર કર્યા છે.

આ કપલ છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહી રહ્યું હતું. કપલે જણાવ્યું હતું કે જ્યારે અમે ત્રણ વર્ષ પહેલાં એકસાથે રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે અમે વિચાર્યું હતું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડરોથી અલગ હોવું જોઈએ. મોટા ભાગના ટ્રાન્સજેન્ડરો કપલને સમાજની સાથે-સાથે તેમના પરિવારો દ્વારા પણ બહિષ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્ય શિક્ષક પાવલે કહ્યું હતું કે અમે એક બાળક ઇચ્છતા હતા, જેથી વિશ્વમાં અમારા દિવસ ઓછા હોવા છતાં અમે અમારી પાછળ કંઈક મૂકી જવા ઇચ્છતા હતા.

પાવલે કહ્યું હતું કે એક ટ્રાન્સ પુરુષ અને ટ્રાન્સ મહિલા બનાવાની અમારી યાત્રા જારી રહેશે. મેં હજી પણ ટ્રાન્સ મહિલા બનવાના માટે હોર્મોનની સારવાર જારી રાખી છે. ડિલિવરીના છ મહિના અથવા એક વર્ષ પછી સાહાદ પણ ટ્રાન્સ મેન બનાવવા માટે સારવાર ફરી શરૂ કરીશું. પાવલ કોઝીકોડનો રહેવાસી છે. જ્યારે સાહદ તિરુવનંતપુરમથી છે. માતૃત્વ લીવ પર જતાં પહેલાં એક તે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. બંનેને પોતાની ટ્રાન્સજેન્ડર ઓળખ માલૂમ પડ્યા પછી પરિવારને છોડી દીધો હતો.