લલિતપુરઃ દિલ્હીમાં આયોજિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇન્નોવેટિવ એક્ઝિબિશન અને એવોર્ડ સમારોહમાં ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના એકમ ગામની 14 વર્ષીય યુવતીએ દેશના ટોચના 20માં સ્થાન મળ્યું છે. નંદિની કુશવાહાને એક્માર્ટ ડેટા આધારિત AI ઉપકરણ તૈયાર કરવા માટે સન્માનિત કરવામાં આવી હતી, જે માટીમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોનું વિશ્લેષણ કરીને માટી માટે સૌથી વધુ પાક લઈ શકાય એની ઓળખ કરશે.
રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ સરકારી સ્કૂલો માટે નવી પહેલ કરવામાં આવી હતી, જેનું નામ રિસ્પોન્સિબલ AI ફોર યુથ. કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશનના નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન અને ઇન્ટેલ ઇન્ડિયા- બંનેના સંયુક્ત રીતે ડિઝાઇન દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. લલિતપુર જિલ્લાના મહરોની તહસિલના પાઠા ગામમાં રહેતી નંદિની સરકારી ગર્લ્સ ઇન્ટર કોલેજ (GGIC)ના નવમા ધોરણની વિદ્યાર્થિની છે. તે કોરોના રોગચાળામાં લાગેલા લોકડાઉન દરમ્યાન પોતાના ગણિતના શિક્ષક પ્રકાશ ભૂષણ મિશ્રાથી પ્રેરિત હતી. જ્યારે રિસ્પોન્સિબલ AI ફોર યુથ માટે તૈયાર કરવામાં આવેલી વેબસાઇટને લોન્ચ કરવામાં આવી હતી.
એ સમયે તે તેના ગામમાં આવેલી માધ્યમિક સ્કૂલની આઠમા ધોરણમાં હતી. નંદિનીએ મોબાઇલ ફોન દ્વારા ઓનલાઇન ક્લાસિસમાં શિક્ષણ લીધું અને કૌવત બતાવ્યું. તેને ઇન્ટેલ ઇન્ડિયા દ્વારા લેપટોપ ગિફ્ટ આપવામાં આવ્યું હતું. તેને એ ગિફ્ટથી વધુ પ્રેરણા મળી હતી. માટીની ગુણવત્તાને કારણે ખરાબ થતા પાકના ઉત્પાદન સંબંધિત સમસ્યાઓને જોતાં નંદિનીએ આ મુદ્દે પ્રોજેક્ટ તૈયાર કર્યો અને એને ‘માટીને જાણો, પાકને ઓળખો’ એ નામ આપ્યું.