કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણ પૂર્વે અનેક પ્રધાનોનાં રાજીનામા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમના પ્રધાનમંડળનું મોટા પાયે વિસ્તરણ કરે એવી સંભાવના છે અને તે પૂર્વે આજે એમના અનેક સાથી પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે. આ પ્રધાનો છેઃ ડો. હર્ષવર્ધન (આરોગ્યપ્રધાન), સંતોષ ગંગ્વાર (શ્રમપ્રધાન), રમેશ પોખરીયાલ (શિક્ષણપ્રધાન), દેબશ્રી ચૌધરી (મહિલાઓ, બાળવિકાસ ખાતાના રાજ્યપ્રધાન), સંજય ધોત્રે (રાજ્ય શિક્ષણપ્રધાન), ડી.વી. સદાનંદ ગૌડા (કેમિકલ્સ પ્રધાન), પ્રકાશ જાવડેકર (માહિતી-પ્રસારણ), રવિશંકર પ્રસાદ (કાયદા), બાબુલ સુપ્રિયો, રતનલાલ કટારિયા, પ્રતાપચંદ્ર સારંગી, થાવરચંદ ગેહલોત.

મોદીના પ્રધાનમંડળમાં વિસ્તરણમાં 43 પ્રધાનો શપથ ગ્રહણ કરે એવી ધારણા છે. આમાં નવા ચહેરા તથા બઢતી પામનાર નેતાઓનો સમાવેશ કરાશે. વડા પ્રધાન મોદી એમની સરકારમાં યુવાન તેમજ જુદા જુદા સામાજિક અને પ્રાદેશિક સ્તરના નેતાઓને પ્રતિનિધિત્વ આપશે એવું કહેવાય છે.