શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષથી વ્યક્તિની આવકમાં 6.7-ટકાનો વધારો

નવી દિલ્હીઃ દરેક જણના સારા ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ આવશ્યક છે. દેશમાં શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષથી એક વ્યક્તિની સરેરાશ આવકમાં આશરે 6.7 ટકાનો વધારો થાય છે. દેશમાં યુવકો કરતાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું છે, એમ એક નવા અભ્યાસમાં માલૂમ પડ્યું છે. NGO- પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો કે સરકારને યુવા લોકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણમાં મૂડીરોકાણ કરવાની જરૂર કેમ છે?

આ અભ્યાસમાં માધ્યમિક ડેટાના વિશ્લેષણને આધારે માલૂમ પડ્યું હતું કે દેશમાં શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષમાં એક વ્યક્તિની સરેરાશ આવકમાં વધારો થાય છે. વળી, યુવકોની તુલનાએ યુવતીઓથી વળતર વધુ મળે છે. આ ઉપરાંત શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષમાં મહિલાઓના માસિક પગારમાં 8.6 ટકાનો વધારો થાય છે, જ્યારે પુરુષોમાં એ ટકાવારી 6.1 ટકા છે.

આ અભ્યાસમાં એ પણ માલૂમ પડ્યું હતું કે સ્કૂલના શિક્ષણના પૂરું થવાથી પ્રત્યેક વ્યક્તિની ભવિષ્યની કમાણીમાં રૂ. 4.5 અને રૂ. 8.2ની વચ્ચે આર્થિક લાભ થવાની અપેક્ષા છે. આગામી છ વર્ષોમાં કિશોરોમાં પ્રત્યેક માનસિક આરોગ્ય સુવિધાઓ આપવા માટે કુલ ખર્ચ રૂ. 8134 કરોડ અંદાજવામાં આવ્યો છે, જ્યારે સારવાર ખર્ચને પહોંચી વળવા માટે પ્રતિ વર્ષ રૂ. 2745 કરોડની જરૂર પડશે.

અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે સ્કૂલ જતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ કરતાં સ્કૂલે નહીં જતા વિદ્યાર્થીઓને આર્યન અને ફોલિક એસિડની કમી પૂરી કરવા માટેની ગોળીઓનો ખર્ચ પ્રતિ વર્ષ આશરે રૂ. 3000 કરોડનો થશે.