દેશમાં પ્રેકટિસ કરતાં 57 ટકા ડોક્ટર અયોગ્ય, 31 ટકા ‘ડોક્ટર’ 12 પાસ, સરકારે હવે માન્યું

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના એલોપેથીની પ્રેક્ટિસ કરનારા ડોક્ટર્સ અંગૂઠાછાપ છે. આ જાણકારી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આપી છે. રાષ્ટ્રીય મેડિકલ આયોગ વિધેયક પર પૂછવામાં આવનારા સવાલો પર મંત્રાલયે જણાવ્યું કે શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરનારા ડોક્ટર્સની ઉપલબ્ધતામાં ખૂબ અંતર છે. ત્યારે આવામાં ગ્રામીણ ભારતની મોટાભાગની આબાદી આવા ડોક્ટરોની ચૂંગાલમાં છે.(પ્રતીકાત્મક તસવીર)

દેશમાં એલોપેથીની પ્રેક્ટિસ કરનારા 57.3 ટકા ડોક્ટર્સ પાસે યોગ્યતા જ નથી. હકીકતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કામ કરનારા 57.3 ટકા જેટલા મેડિકલની પ્રેક્ટિસ કરનારા ડોક્ટર્સ અનક્વોલિફાઈડ છે અને તેમની પાસે મેડિકલ સંબંધિત ડિગ્રી છે જ નહી.

(પ્રતીકાત્મક તસવીર)

ઉલ્લેખનીય છે કે તે દરમિયાન તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડાએ આ રિપોર્ટને બકવાસ ગણાવ્યો હતો. તેમણે 2018માં લોકસભામાં રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. પરંતુ હવે આ ડેટા પર સ્વાસ્થ્ય મંત્રાલયે અધિકારિક મંજૂરી આપી દીધી છે. (પ્રતીકાત્મક તસવીર)

રિપોર્ટ અનુસાર ભારતમાં 57.3 ટકા ડોક્ટરો પાસે મેડિકલ સંબંધિત કોઈપણ શૈક્ષણિક યોગ્યતા નથી. WHO એ 2001 ની જનગણનાના આધાર પર પોતાના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં 20 ટકા ડિગ્રી વગરના ડોક્ટર લોકોની સારવાર કરી રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એપણ જણાવ્યું કે આશરે 31 ટકા અનક્વોલિફાઈડ ડોક્ટર્સ એવા છે કે જેમણે માત્ર 12મા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

હવે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડોક્ટરોને લઈને ખૂબ અસમંજસવાળી સ્થિતિ પણ છે. ગ્રામીણ વિસ્તારો અને ગરીબ આબાદી વચ્ચે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી. ત્યારે આવામાં અનક્વોલિફાઈડ ડોક્ટર્સની ભરમાર છે.