કોરોનાના 5233 નવા કેસ, 7નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5233 નવા કેસ નોંધાયા છે,  જેમાં ગઈ કાલના 3714 કેસોની તુલનાએ સાધારણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સાત લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં કોરોનાના 1242 નવા કેસો નોંધાયા છે. જે છેલ્લા ચાર મહિનાના ટોચના સ્તરે છે.  દેશમાં અત્યાર સુધીમાં 194.43થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 30,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,90,282 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,715 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,36,710 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3345 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 28,857એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.72 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,13,361 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.35 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.69 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.49 ટકા છે.

દેશમાં 194.43 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,94,43,26,416 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,94,086 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.