નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનામાં જવાનોની ભરતી કરવા માટે એક નવી પદ્ધતિ શરૂ કરી છે જેને પગલે સરકાર ત્રણ અને પાંચ વર્ષના ટૂંકા સમયગાળા માટે સૈનિકોની ભરતી કરી શકશે. જો આ પદ્ધતિ અમલમાં મૂકાશે તો પાંચ વર્ષની અંદર લશ્કરના 50 ટકા જેટલા અધિકારીઓ નિવૃત્ત થઈ જશે.
સરકારે ‘ટૂર ઓફ ડ્યૂટી’ નામનું ભરતી મોડલ અપનાવ્યું છે, જેમાં સૈનિક-અધિકારીની મુદતમાં ફેરફાર કરાયો છે. આ પદ્ધતિ અમલમાં મૂકાશે તો ભારતીય સૈન્યમાં જોડાવા ઈચ્છતા યુવાનોની અધિકારી કે અન્ય રેન્ક પ્રાપ્ત કરીને દેશની સેવા બજાવવાની આકાંક્ષા પરિપૂર્ણ થશે. વળી, નવી પદ્ધતિને પગલે બાદમાં ભારતીય સેનામાં નવી જગ્યાઓની સંખ્યા પણ વધારી શકાશે.