દિલ્હીની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૪૩ કામદારોનાં મોત

નવી દિલ્હી – દિલ્હીના રાની ઝાંસી રોડ પર આવેલા અનાજ મંડી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ૪૩ જણનાં મરણ નિપજ્યા હોવાનું દિલ્હી પોલીસનું કહેવું છે. તમામ મૃતકો ફેક્ટરીના મજૂૂૂર કામદારો હતા.

દુર્ઘટનામાં ૫૯ જણને બચાવી લેવામાં આવ્યા છે.

મોટા ભાગના મૃતકો 15-20 વર્ષની વચ્ચેની વયના હતા.

આગની ઘટનામાં ઘાયલ થયેલા અનેક લોકોને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગ લાગ્યાની ખબર મળતાં ફાયર બ્રિગેડની ૩૦ જેટલી ગાડીઓ સાથે અસંખ્ય જવાનો ત્યાં પહોંચી ગયા હતા.

ચાર માળના મકાનમાં આગ લાગી હતી. એને કારણે અસંખ્ય લોકો અંદર ફસાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડને આજે સવારે 5.22 વાગ્યે ફોન કરીને આગની જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના નાયબ વડા સુનીલ ચૌધરીએ કહ્યું કે, ફેક્ટરીમાં સ્કૂલ બેગ્સ, બોટલ્સ તથા અન્ય સામગ્રી રાખવામાં આવી હતી. ફેક્ટરીના માલિકે કહ્યું કે આગ લાગી ત્યારે અંદર અનેક મજૂર-કામદારો સૂતેલા હતા.

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય છે. પોલીસે ફેક્ટરીના માલિકના ભાઈની ધરપકડ કરી છે.

પોલીસે ફેક્ટરીના રેહાન નામનાન માલિક સામે કેસ નોંધ્યો છે. રેહાન ફરાર છે.

આગ સામે ઝઝૂમવાથી અને શ્વાસ રુંધાઈ જવાને કારણે કામદારોના જાન ગયા છે.







દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


મોટા ભાગનાં મૃતકો 15-20 વર્ષની વચ્ચેની વયના હતા.


ફેક્ટરીનો રેહાન નામનો માલિક સવારથી ફરાર હતો અને પોલીસે એની સામે ફરિયાદ નોંધી છે.