શ્રીનગર – જમ્મુ અને કશ્મીર રાજ્યના કશ્મીર ભાગના પુલવામા જિલ્લામાં આજે વહેલી સવારે આતંકવાદીઓ સાથે થયેલી એક અથડામણમાં દેશના ચાર જવાન શહીદ થયા છે. એનડીટીવી ન્યૂઝ ચેનલે પોલીસ સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યો છે.
આ એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં થઈ છે.
શહીદ થયેલા જવાનો ’55 રાષ્ટ્રીય રાઈફલ્સ’ના હતા.
આ ચાર જવાનના નામ છેઃ
મેજર વી.એસ. ધોંડિયાલ
હવાલદાર શિવરામ
સિપાઈ અજયકુમાર
સિપાઈ હરિસિંહ
ગઈ કાલે રાતે 3 વાગ્યાથી અથડામણ શરૂ થઈ હતી અને આજે સવારે 8 વાગ્યે પણ ચાલુ હતી.
અથડામણમાં એક મેજર સહિત 4 જવાન શહીદ થયા છે.
એક નાગરિકનું પણ મરણ નિપજ્યું છે.
હજી ગયા ગુરુવારે જ, પુલવામા જિલ્લાના અવંતિપુરામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર એક આત્મઘાતી બોમ્બરે સેંકડો કિલો વિસ્ફોટકોથી ભરેલી એક કાર સીઆરપીએફના જવાનોને લઈ જતી એક બસ સાથે અથડાવી મારતાં 40 જવાન માર્યા ગયા હતા.