પુલવામા આતંકી હુમલાનો સૂત્રધાર કામરાન એન્કાઉન્ટરમાં ઠાર

0
2601

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા જવાનોએ આજે એક એન્કાઉન્ટરમાં ચાર ત્રાસવાદીને ઠાર કર્યા છે.


આમાંનો એક ત્રાસવાદી કામરાન છે, જે ગયા ગુરુવારે પુલવામા જિલ્લામાં જ સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ બ્લાસ્ટ હુમલાનો સૂત્રધાર હોવાનું મનાય છે.

ત્રાસવાદી કામરાન

પિંગલાન વિસ્તારમાં ગઈ વહેલી સવારથી ત્રાસવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી જે આજે સવારે પણ ચાલુ હતી.

સુરક્ષા જવાનોએ કામરાન અને એના સાથીઓ જ્યાં છુપાયા હતા મકાનને જ આખરે ફૂંકી માર્યું હતું.

કામરાન જૈશ-એ-મોહમ્મદ સંગઠનનો ત્રાસવાદી હતો.

આજના એન્કાઉન્ટરમાં જોકે ભારતે 4 જવાન પણ ગુમાવ્યા છે.