રાજસ્થાન સરહદ પર બે પાકિસ્તાની ઘૂસણખોરને સુરક્ષા જવાનોએ ઠાર કર્યા

બાડમેરઃ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સીમા સુરક્ષા દળના જવાનોએ ગઈ કાલે બે પાકિસ્તાની ઘૂસણખોરને સરહદ નજીક ઠાર કર્યા હતા. બંને મૃત ઘૂસણખોરની તલાશી લેતાં આશરે ત્રણ કિલોગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો.

રાજસ્થાન રાજ્ય પશ્ચિમ ભાગમાં પાકિસ્તાન સાથે લગભગ 1,036 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. આ સરહદેથી ભારતમાં માદક પદાર્થો ઘૂસાડવાનું ષડયંત્ર ચાલતું હોવાની બાતમી મળતાં સુરક્ષા જવાનો સતર્ક થઈ ગયા હતા.