નવી દિલ્હીઃ દુનિયાના 20 સર્વાધિક પ્રદૂષિત શહેરો પૈકી 15 ભારતના છે અને ગુરુગ્રામ, ગાઝીયાબાદ, ફરીદાબાદ, નોએડા અને ભીવાડી ટોપ 6 પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ છે. આ વાત એ નવા અધ્યયનમાં કહેવામાં આવી છે. નવા રીપોર્ટના આંકડાઓ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીઆર ગત વર્ષે વિશ્વમાં સર્વાધિક પ્રદૂષિત ક્ષેત્રના રુપમાં ઉભર્યું.
નવીનતમ ડેટા આઈક્યૂએએર એરવિઝુઅલ 2018 વર્લ્ડ એર ક્વાલિટી રિપોર્ટમાં સંકલિત છે. રિપોર્ટ ગ્રીનપીસ સાઉથઈસ્ટ એશિયાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના સર્વાધિક પ્રદૂષિત શહેરોમાંથી 18 ભારત, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં છે. દુનિયાના આ 20 શહેરો પૈકી 15 શહેરો ભારતના છે. ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સર્વાધિક પ્રદૂષિત શહેર છે. ત્યારબાદ ફરીદાબાદ, ભિવાડી અને નોએડા પણ શીર્ષ છ પ્રદૂષિત શહેરોમાં શામિલ છે.
રાજધાની દિલ્હી 11મા નંબર પર આવે છે. ક્યારેક દુનિયાના સર્વાધિક પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ ચીનની રાજધાની પેઈચિંગ ગત વર્ષે સર્વાધિક પ્રદૂષિત શહેરોની યાદીમાં 122મા નંબર પર હતી પરંતુ આ અત્યારે પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વાર્ષિક સુરક્ષિત સીમાથી ઓછામાં ઓછા પાંચ ગણા વધારે પ્રદુષિત શહેર છે. ત્રણ હજારથી વધારે શહેરોમાં પ્રદૂષક કણ 2.5ના સ્તરને પણ દર્શાવવા વાળો ડેટાબેઝ એકવાર ફરીથી વાયુ પ્રદૂષણથી વિશ્વના ખતરાની યાદ અપાવે છે.
આ પહેલા ગત વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વાયુ ગુણવત્તા ડેટાબેઝે પણ સ્થિતીને લઈને આગાહી કરી હતી. રિપોર્ટમાં પરિવેશી વાયુ પ્રદૂષણના કેટલાક મોટા સ્ત્રોતો અને કારણોની ઓળખ કરવામાં આવી છે. આમાં કહેવાયું છે કે ઉદ્યોગો, ઘરો, ગાડીઓ અને ટ્રકોથી વાયુ પ્રદૂષકોના જટીલ મીશ્રણ નીકળે છે જેમાંથી અનેક સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આ તમામ પ્રદૂષકોમાંથી સુક્ષ્મ પ્રદૂષક કણ માનવ સ્વાસ્થ્ય પર સર્વાધીક અસર પહોંચાડે છે.