જમ્મુકશ્મીર– જમ્મુકશ્મીરમાં વધુ એકવાર આતંકી આકાઓએ હાહાકાર મચાવ્યો છે. પુલવામાના અવંતિપુરા હાઈવે પર ગોરીપુરા વિસ્તારમાં પસાર થઈ રહેલી એક કારની અથડામણ સર્જી તેના દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં 18 જવાન શહીદ થયાંના અહેવાલ મળ્યાં હતાં જે વધીને આ લખાય છે ત્યાં સુધીમાં 40 જવાન શહીદીને વર્યા હોવાનું જણાવી રહ્યાં છે. જ્યારે 45 ઘાયલ થયાંની માહિતી મળી છે.
આતંકીઓએ સીઆરપીએફના જવાનો ભરેલી બે બસને આ હુમલામાં ટાર્ગેટ કરવામાં આવી છે. બ્લાસ્ટ પહેલાં ગોળીબાર પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ હુમલામાં મૃતક શહીદોની સંખ્યા વધવાની ભીતિ છે કારણ કે હુમલામાં વીસથી વધુ જવાનો ગંભીરપણે ઘાયલ થયાં છે.સીઆરપીએફ ઓફિશિયલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે જમ્મુથી શ્રીનગર આવી રહેલી સીઆરપીએફના 70 વાહનોનો કોન્વોય આવી રહ્યો હતો. જેમાં 2500 જેટલા જવાન આવી રહ્યાં હતાં. તેમાંથી એક બસને નિશાન બનાવવામાં આવી હતી.
આ મોટા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશે લીધી છે.કશ્મીરની સ્થાનિક સમાચારસંસ્થા જીએનએસને ચિઠ્ઠી લખીને આ સ્વીકાર કર્યો હતો.સાથે ખબર મળી રહ્યાં છે કે આ હુમલો કરનાર આતંકીનું નામ આદિલ અબ્દુલ ડાર છે. શ્રીનગરથી 20 કિલોમીટર દૂર આ ઘટના બની હતી. આજે જ આ રસ્તો ખોલવામાં આવ્યો હતો અને આવા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
આ દુખદ ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયામાં સંદેશ આપતાં જણાવ્યું હતું કે…
સાથે જ ગૃહપ્રધાન રાજનાથસિંહ, આર્મી ટોપ મોસ્ટ ઓથોરિટીઝ અને અજીત દોવાલ સાથે પણ પીએમ મોદી નિગરાની રાખી રહ્યાં હોવાના ખબર સામે આવ્યાં હતાં.