મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાત એસ.ટી. બસ ક્રેન સાથે અથડાઈ; ક્લીનરનું મરણ

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આજે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી.) બસને નડેલા અકસ્માતમાં એક જણનું મૃત્યુ થયું છે.

આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યાના સુમારે ગુજરાતની એસ.ટી. બસ એક ક્રેન સાથે પાછળથી અથડાઈ હતી. એને કારણે ક્રેનના ક્લીનરનું મૃત્યુ નિપજ્યું હતું. બસમાં 35 પ્રવાસીઓ હતા. ક્રેન રોડ ડીવાઈડર સાથે અથડાઈ હતી. એને રીવર્સમાં લાવવામાં આવી રહી હતી ત્યારે પાછળથી બસ એની સાથે અથડાઈ હતી. આ અકસ્માત મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર દાપચારી ચેક પોસ્ટ ખાતે થયો હતો.